Badhi Milkat tane dharu toh pan
- Raushan Kumar
- May 12, 2019
- 1 min read
બધી મિલકત તને ધરું તો પણ
બધી મિલકત તને ઘરું તો પણ, તારી કરુણાની તોલે ના આવે
તે મને પ્યાર જે કર્યો ભગવંત, મારાથી એનું મૂલ્ય ના થાય…
જિંદગી ભર તને ભજું તો પણ, તારી મમતાની તોલે ના આવે
તે મને પ્રેમ જે દીધો ભગવંત, મારાથી એનું મૂલ્ય ન થાય…
અનાદિ કાળથી ભટકવામાં, કોઈ સ્થાને મિલન થયું તારું
યા તો ઉપદેશ મેં સુણ્યો તારો, જેણે બદલી દીધું જીવન મારું
ભોમિયા તો ઘણા મળ્યા મુજને, કોઈ પ્રભુ તારી તોલે ના આવે
તે મને રાહ જે બતાવ્યો છે, મારાથી એનું મૂલ્ય ના થાય…
મને સાચી સલાહ હૈ દીધી, એથી આચરણ મેં કર્યું એનું
સાચી કરણી કરી કોઈ ભવમાં, આ ભવે ફળ મળ્યું મને એનું
મારા ઉપકારી છે ઘણાં જગમાં; કોઈ પ્રભુ તારી તોલે ના આવે
તે મને ધર્મ જે પમાડ્યો છે, મારાથી એનું મૂલના થાય…
મળ્યા છે જે સુખો મને આજે એ બધા ધર્મના પ્રભાવે છે
તારા ચરણે બધું ધરી દેતાં, મને આનંદ અતિ આવે છે
તારું આ ઋણ ક્યારે ચુકવાશે, મને અંદાજ એનો ના આવે
ભવોભવ સેવના કરું તારી, તોયે સંતોષ મુજને ના થાય…
Name of Song : Badhi Milkat tane dharu toh pan
Language of Song : Gujarati
Comments