બંધન બંધન ઝંખે મારું મન
બંધન બંધન ઝંખે મારું મન, પણ આતમ ઝંખે છુટકારો,
મને દહેશત છે આ ઝઘડામાં, થઈ જાય પૂરો આ જન્મારો,
પ્રબંધન બંધન.
મધુરાં, મીઠાં ને મનગમતાં, પણ બંધન અંતે બંધન છે,
લઈ જાય જનમના ચકરાવે, એવું દુઃખદાયી આલંબન છે.
હું લાખ મનાવું મનડાને, પણ એક જ એનો ઉહકારો
.બંધન બંધન.
અકળાયેલો આતમ કે’ છે, મને મુક્ત ભૂમિમાં ભમવા દો,
ના રાગ રહે, ના ¢ષ રહે, એવી કક્ષામાં મને રમવા દો,
મિત્રાચારી આ તેનેડાની, બે ચાર ઘડીનો ચમકારો.
..બંધન બંધન.
Name of Song : Bandhan Bandhan jankhe maaru mann
Language of Song : Gujarati
Comments