Bhaavu Taari Bhaavnaa
- Raushan Kumar
- May 12, 2019
- 1 min read
ભાવું તારી ભાવના
હૈ જિનરાજ તારી કરવી છે મારે આરાધના…ભાવું તારી. તૂટયો ફૂટવો તંબૂરો લઈને…તવ મંદિરીયે આવું તાલ સૂરની સમજ પડે ના…તોયે ભાવથી ગાવું . જીવનસંગીતની કરવી છે મારે સાધના…ભાવું તારી.
અગણિત તારા ગુણની ગરવી કરવી મારે કવિતા નિત્ય નિરંતર ઘટઘટ વહેતી…તારી નેહસરિતા કરું છું સદાયે તારી કરુણાની કામના…ભાવું તારી.
જીવન ઉજજવળ કરવા કાજે ઝંખું પ્રેમળ જ્યોતિ જુગજુગથી આ આતમ મારો, તને રહ્યો છે ગોતી સ્વીકારજે તું મારી અધૂરી ઉપાસના..ભાવું તારી.
Name Of Song : Bhaavu Taari Bhaavnaa
Language Of Song : Gujarati
Comments