Bhale Kai Aj Mujne Na Made
- Raushan Kumar
- May 12, 2019
- 1 min read
ભલે કંઈ જ મુજને ના મળે
ભલે કંઈ જ મુજને નામળે, બસ તું મળે તો ચાલશે. ભલે આશા મારી ના ફળે, બસ તું ફળે તો ચાલશે…
વિશ્વાસ કીધો વિશ્વમાં વહાલા જીનેશ્વર આપથી, છૂટવા માગું છું અંતરે, ભવ-ભવ તણા સંતાપથી દિનકર ભલે ને ના બનું, દીવડો બનું તો ચાલશે…
ઇચ્છા મને એ એક કે, પારસ બનું કંચન બનું, ઇચ્છા મને રે એ કે કે, તારક બની ભવથી તરું. તરી ના શકું છું ભવથી પણ, તારા ચરણમાં ચાલશે…’
પૂજા કરીને પૂજયની, એ પરમપદને હું ગ્રહું, પિતા મળ્યા જિનવર સમા, પારસ બની શોભી રહું, વારસ બની જો ના શકું, પણ દાસ થઉં તો ચાલશે..
તારી પ્રભુતા પામવાની હોંશ મુજ હૈ યે ભરી, તારી પ્રતિમા થઈ જવાની ભાવના ભાવું ખરી, પ્રતિમા ભલે ના બની શકું, પદ પુષ્પ થઉં તો ચાલશે…
તું ગુણનો સાગર ભર્યો દુર્ગુણનો દરિયો હું ભયો, ધનભાગ્ય મારું એટલું સન્મિત્રની સં ગત વયા, ભલે મુક્તિ મુજને ના મળે મૈત્રી ભવોભવ ચાલશે…
Name Of Song : Bhale Kai Aj Mujne Na Made
Language Of Song : Gujarati
Comments