top of page

Dagle ne Pagle Mane

ડગલે ને પગલે મને

ડગલે અને પગલે સતત હિંસા મને કરવી પડે , તે ધન્ય છે જેને અહિંસાપૂર્ણ જીવન સાંપડે ક્યારે થશે કરુણાઝરણથી આદ્ર મારું આંગણું ,આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું! (૧) ક્યારેક ભય ક્યારેક લાલચ ચિત્તને એવાં નડે, વ્યવહારમાં વ્યાપારમાં જૂઠું તરત કહેવું પડે * છે સત્યમહાવ્રતધર શ્રમણનું જીવનઘર રળિયામણું. આ પાપમય… (૨) – જે માલિકે આપ્યા વગરનું તણખલું પણ લે નહિ, છે વંદન હજારો વીર હો તે શ્રમણને પળપળ મહીં છેહું તો અદત્તાદાન માટે ગામ પરગામે ભયું., આ પાપમય…(૩) જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ એક પણ સોંપાય ના, મુજ આયખું આખું વીત્યું તે ઇન્દ્રિયોના સાથમાં લાગે હવે શ્રી સ્થૂલભદ્રતણું સ્મરણ સોહામણું., આ પાપમય…(૪) નવવિધ પરિગ્રહ જિંદગીભર હું જમા કરતો રહ્યો, છે ધનલાલસામાં સર્વભક્ષી મરણને ભૂલી ગયો મૂચ્છરહિત સંતોષમાં સુખ છે ખરેખર જીવનનું., આ પાપમય… (૫) અબજો વરસની સાધનાનો ક્ષય કરે જે ક્ષણમહીં, જે નરકનો અનુભવ કરાવે સ્વ પરને અહિ ને અહીં તે ક્રોધથી બની મુક્ત સમતાયુક્ત હું ક્યારે બનું,આ પાપમય…(૬) જિનધર્મતરુના મૂલ જેવા વિનયગુણને જે હણે, જે ભલભલા ઊંચે ચડેલાને ય તરણા સમ ગણે તે દુષ્ટ માનસુભટની સામે બળ બને મુજ વામણું. આ પાપમય… (૭) શ્રીમલ્લિનાથ જિનેન્દ્રને જેણે બનાવ્યા સ્ત્રી અને સંક્લેશની જાલિમ અગનમાં જે ધખાવે જગતને તે દંભ છોડી સરળતાને પામવા હું થનગનું. આ પાપમય… (૮) જેનું મહાસામ્રાજ્ય એકેન્દ્રિય સુધી વિલસી રહ્યું આ જેને બની પરવશ જગત આ દુઃખમાં કણસી રહ્યું – જે પાપનો છે બાપ તે ધનલોભ મેં પોષ્યો ઘણું. આ પાપમય… (૯) તન ધન સ્વજન જીવન ઉપર મેં ખૂબ રાખ્યો રાગ પણ, છે તે રાગથી કરવું પડ્યું મારે ઘણા ભવમાં ભ્રમણ મારે હવે કરવું હૃદયમાં સ્થાન શાસનરાગનું. આ પાપમય…(૧૦) મેં દ્વેષ રાખ્યો દુ:ખ ઉપર તો સુખ મને છોડી ગયું ૐ સુખ દુ:ખ પર સમભાવ રાખ્યો, તો હૃદયને સુખ થયું સમજાય છે મુજને હવે, છે કેષ કારણ દુ:ખનું. આ પાપમય…(૧૧) જે સ્વજન તન ધન ઉપરની મમતા તજી સમતા ધર બસ, બારમો હોય ચન્દ્રમાં તેને કલહ સાથે ખરે જિનવચનથી મધમધ થજો મુજ આત્મના અણુએ અણુ. આ પાપમય… (૧૨) જો પૂર્વભવમાં એ ક જૂઠું આળ આપ્યું શ્રમણને સીતા સમી ઉત્તમસતીને રખડપટ્ટી થઈ વને ઈષ્ય તજું, બનું વિશ્વવત્સલ, એક વાંછિત મનતાં, આ પોપમય…(૧૩) મારી કરે કોઈ ચાડીચૂગલી એ મને ન ગમે જરી તેથી જ મેં, આ જીવનમાં નથી કોઈ પણ ખટપટ કરી ભવોભવ મને નડજો કદી ના પાપ આ પૈશુન્યનું, આ પાપમય… (૧૪) હું ક્ષણમાં રતિ ક્ષણમાં અરતિ આ છે સ્વભાવ અનાદિનો દુઃખમાં રતિ સુખમાં અરતિ લાવી બનું સમતાભીનો સંપૂર્ણ રતિ બસ, મોક્ષમાં હું સ્થાપવાને રણઝણું. આ પાપમય… (૧૫) અત્યંત નિન્દાપાત્ર જે આ લોકમાં ય ગણાય છે , તે પાપ નિન્દા નામનું તજનાર બહુ વખણાય છે તજું કામ નક્કામું હવે આ પારકી પંચાતનું. આ પાપમય… (૧૬) માયામૃષાવાદે ભરેલી છે પ્રભુ ! મુજ જિંદગી તે છોડવાનું બળ મને દે, હું કરું તુજ બંદગી બનુ સાચદિલ આ એક મારું સ્વપન છે આ જીવનનું. આ પાપમય…(૧૭) સહુ પાપનું, સહુ કર્મનું, સહુ દુઃખનું જે મૂલ છે, મિથ્યાત્વ ભૂંડું ફૂલ છે, સમ્યફતવ રૂડું ફૂલ છે નિષ્પાપ બનવા હે પ્રભુજી ! શરણ ચાહું આપનું. આ પાપમય…(૧૮) જ્યાં પાપ જ્યારે એક પણ તજવું અતિ મુશ્કેલ છે. તે ધન્ય છે, જે ઓ અઢાર પાપથી વિરમેલ છે ! ક્યાં પાપમય મુજ જિંદગી, ક્યાં પાપશૂન્ય મુનિજીવન ! આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! આ પાપમય… (૧૯)

Name of Song : Dagle ne Pagle Mane

Language of Song : Gujarati

Recent Posts

See All

Tame Mann Muki Ne Varsya

English/Hindi https://youtu.be/lQZ_a1k9hkg Tame Mann Muki Ne Varsya, Ame Janam Janam Na Tarasya (2) Tame Mushal Dhaare Varsya, Ame Janam Janam Na Tarasya (2) Hajaar Haathe Tame Didhu Pan, Jodi Amaari

He Veer Mahaveer

English / Hindi https://youtu.be/lxqhPKO1MtI Hey veer mahaveer hey veer mahaveer (2) Jag ma sachu taru naam, Hey veer mahaveer, Ho jag ma sachu taru naam, Hey veer mahaveer hey veer mahaveer Tuj mata

Aa Mara Maharaj Ji

English/ Hindi https://youtu.be/mu5FV6kZpbs Saji Dhajine, Bani Thanine, Khub Khub Malkayji (2) Aa Mara Maharaj Ji (2) Aa-Mara Maharaj Ji (2) Saji Dhajine, Bani Thanine, Khub Khub Malkayji (2) Aa Mara

bottom of page