Dharm tana sanskaaro sinchaya
- Raushan Kumar
- May 12, 2019
- 1 min read
ધર્મ તણા સંસ્કારો સિંચ્યા
ધર્મતણા સંસ્કારો સીંચ્યા, આપ્યું મુજને શાન, પિતાજી ! તમને કરું પ્રણામ, હો માતા ! તમનેક ર્ પ્રણામ, તમે કરાવ્યું પાવનપંથે આજ મને પ્રસ્થાન. પિતાજી !તમને કરું પ્રણામ… મારું પુણ્ય ઉદયમાં આવ્યું અને તમારા કુળમાં લાવ્યું, ગળથૂથીમાં મુજને પાયું. સંયમમાં છે સુખ સમાયું, મને બનાવ્યું તમે જ સાચું શ્રાવકનું સંતાન, પિતાજી! તમને કરું પ્રણામ… એવા પાઠ મને શિખડાવ્યા, જુઠી છે આ જગતની માયા, દેવગુરુ ની સાચી છાયા, તરવાનું સાધન છે કાયા, સમજાવ્યું કે આત્મા તો છે દેહતણો મહેમાન, પિતાજી ! તમને કરું પ્રણામ.. પુત્રી પરનો મોહ ઘટાડ્યો, તમે મને સંસાર ભૂલાવ્યો, સદ્ગુરુનો સહવાસ કરાવ્યો, સંયમ કેરો રંગ ચઢાવ્યો, જિનશાસનના ચરણે આપ્યું, દિલથી કન્યાદાન, પિતાજી ! તમને કરું પ્રણામ… માફ કરો અપરાધો મારા, હું અજ્ઞાની નાની બાળા, માગું આશીર્વાદ તમારા, મળે મને મુક્તિની માળા, મારી ડૂબતી નાવ બચાવી માનું છું એહસાન, પિતાજી! તમને કરું પ્રણામ… હો માતા ! તમને કરું પ્રણામ…
Name of Song : Dharm tana sanskaaro sinchaya
Language of Song : Gujarati
Comments