હું તો અરિહંત અરિહંત…
હું તો અરિહંત અરિહંત જપું મોરી મા, મારું મન લાગ્યું સંયમમાં, હું તો સાસરિયે નહીં જાઉં મોરી મા, મારું મન લાગ્યું સંયમમાં. મેવા મીઠાઈ મને કામ નહીં આવે, તપસ્યાએ મનડા મોહ્યા મોરી મા…મારું મન. માતા ને પિતા મને કામ નહીં આવે, ગુરુમાએ મનડું મોહ્યું મોરી મા…મારું મન. બની ને બેનપણી મને કામ નહીં આવે, ગુરુબેને મનડું મોહ્યું મોરી મા…મારું મન. પેસી ને કોલા મારે કામ નહીં આવે, ઉકાળેલાં પાણી મંગાવો મોરી મા…મારું મન. સ્ટીલનાં વાસણ મારે કામ નહીં આવે, પાતરા તરપણી મંગાવો મોરી મા..મારું મન. ડનલોપનો સોફાસેટ કામ નહીં આવે, સંથારો ઉત્તરપટ્ટો લાવો મોરી મા…મારું મન, ફલેટ અને બંગલા મારે કામ નહીં આવે, ઉપાશ્રયે મનડું મોહ્યું મોરી મા…માનું મન. હીરા મોતીની માળા કામ નહીં આવે,. નવકારવાળી લાગે પ્યારી મોરી મા…મારું મન. મારૂતિ ને ઈમ્પાલા કામ નહીં આવે, વિહારે મનડું મોહ્યું મોરી મા…મારું મન. કલબ અને બ્યુટી પાર્લર કામ નહીં આવે, પ્રભુ ભક્તિએમન મોહ્યું મોરી મા…મારું મન.
Name of Song : Hu Toh Arihant Arihant
Language of Song : Gujarati
Comments