Jitva nikdaya chu
- Raushan Kumar
- May 12, 2019
- 1 min read
જીતવા નીકળ્યો છું
જીતવા નીકળ્યો છું પણ…ક્ષણમાં હારી જાઉં છું
ત્યારે તારી મૂર્તિ ઉપર…વારી વારી જાઉં છું.
કપા જો તારી મળે નહિ…એવા નથી થાવું ધનવાન
કરણા તારી હોય નહિ…એવા નથી થાવું ગુણવાન;
કદી અપમાન કરે કોઈ મારું…ત્યારે હારી જાઉં છું…ત્યારે.
પાપ કરતાં પાછું ના જો ઉં…પુણ્ય થાકી જાઉં છું
તારક જાણી તારાં ગીતો…નિશદિન પ્રેમે ગાઉં છું,
હારજીતની હોડ પડે ત્યાં…ત્યારે હારી જાઉં છું…ત્યારે.
પલપલ કરવટ લેતી દુનિયા…હું પલટાતો જાઉં .
મોહમાયાના એક ઇશારે…હું ભરમાતો જાઉં છું.
રાગદ્વેષ આવે અંતરમાં…ત્યારે હારી જાઉં છું…ત્યારે.
મહાભાગ્ય તુજ માર્ગ મળ્યો પણ…હું અજ્ઞાની મુંઝાઉ છું,
જ્ઞાની ગુરુ ભગવંત મળ્યા પણ…હિમ્મત હારી જાઉ છું.
ખુલ્લી આંખે દીપક લઈને…કુવે પડવા જાઉં છું…ત્યાર.
Name of Song : Jitva nikdaya chu
Language of Song : Gujarati
Comments