માડી તને કોટી વંદના
માડી તને કોટી વંદન, માડી તારા ચરણે વંદન, બાપુ તને કોટી વંદન, બાપુ તારા ચરણે વંદન… // ૧ // જન્મ દઇ ઉપકાર કીધો તે, દીધો વિધિ નવકાર, ભણતર ઘડતર પામી તારો, સફળ થયો અવતાર, તારા કેટલા ગુણલા ગાઉં ? તારું ઋણ કેમ ચકાઉં ?.. // ૨ // હેત વરસાવી મેઘ સરીખું, વાત્સલ્ય અપરંપાર, પ્રેમનો ધોધ સદા વરસાવ્યો, ભૂલી ભૂલો અપાર.. તારા કેટલાવ // ૩ // ભોગ વિલાસના ઝેર ઓકાવી, ધર્મનું અમૃત પાયું, દેવ ગુરુ ઓળખાવી, મુજને સાચું ધર્મ સ્વરૂપ સમજાવ્યું… તારા કેટલા // ૪ //
Name of Song : Maadi tane koti Vandana
Comments