મંદિર પધારો સ્વામી…
મંંદિર પધારો સ્વામી સલૂણા તમારા વિના નાથ કયાંયે ગમે ના… મંદિર,
અંતરની વાતો માંસુ કહે છે : પ્રભુ મુખ જોવાને દષ્ટિ ચહે છે. હવે નાથ ઝાઝું તલસાવશો ના… મંદિર.
સ્મરણ જન્મ જૂના સ્મૃતિમાંહે આવે નયન શોધતાં તમને…પ્રભુ આ ભાવે મુખ પરથી દષ્ટિહટાવીહટે ના…મંદિર પધારો.
તમે ઈ વસ્યા સ્વામી…સ્વરૂપ મહેલમાં રમતો રહ્યો છું સંસાર વનમાં ‘ હવે નાથ અંતરથી અળગા થશો ના… મંદિર પધારો.
પ્રભુ અમને તારો… ઉગારો બચાવો મૂક મસ્તકે હાથ…પાર ઉતારો કૃપાવંતને ઝાઝું કહેવું ઘટે ના…મંદિર પધારો.
અંતરની જ્યોતિ પ્રગટાવી જાઓ અમી આતમના છલકાવી જાઓ ક્ષમાવંતને ઝાઝું કહેવું ઘટે ના…મંદિર પધારો.
હરખાતી પળપળ પ્રભુ તમને જોઈ હવે દિન વિરહના વીતે રોઈ રોઈ વિયોગનું દુઃખ આવું હો ના…મંદિર પધારો.
Name Of Song : Mandir Padhaaro Swami
Language Of Song : Gujarati
Comments