પ્રભુ આટલુ તો
સંસારની નિસારતા, નિવાણની રમણીયતા, ક્ષણ ક્ષણ રહે મારા સ્મરણમાં ધર્મની કરણીયતા, સમ્યકત્વની જ્યોતિ હૃદયમાં ઝળહળે શ્રેયસકરી, પ્રભુ આટલું તો આજ હવે દેજે મને કરુણાકરી (2).
સર્વે જીવ કરું શાસન રસિક… સર્વે જીવ કરું શાસન રસિક આ ભાવના હૈયે વહો, કરૂણા જરણમાં રાત દિન હું જીવન ભર વહેતો રહું, શણગાર સંયમનો સજી જંખુ સદા શિવ સુંદરી, પ્રભુ આટલું તો આજ હવે દેજે મને કરુણાકરી (2)
ગુણીજન વિષે પ્રીતિ હસું નિર્ગુણ વિષે માધ્યસ્થતા, આપત્તી હો, સંપત્તી હો રાખુ હૃદયમાં સ્વસ્થતા, સુખમાં રહુ વૈરાગ્યથી, દુ:ખમાં રહું સમતા ધરી, પ્રભુ આટલુ તો આજ હવે દેજે મને કરુણાકરી (2)
સંકટ ભલે વેરાય ને… વેરાય કંટક પંથમાં, શ્રદ્ધા રહો મારી સદા જિનરાજ આગમ ગ્રંથમાં, પ્રત્યેક પળ પ્રત્યેક સ્થળ હૈયે રહે તુજ હાજરી, પ્રભુ આટલુ તો આજ હવે દેજે મને કરુણાકરી (2)
તારા સ્તવન ગાવા હંમેશા વચન મુજ ઉલ્લસિત હો, તારા વચન સુણવા હંમેશા શ્રવણ મુજ ઉલ્લસિત હો, તુજને નિરખવા આંખો મારી રહે હંમેશા બહાવરી, પ્રભુ આટલુ, તો આજ પ્લે દેજે મને કરુણાકરી (2)
સંસાર સુખના સાધનોથી સતત હું ડરતો રહું, ધરતો રહું તુજ ધ્યાન ને આંતર વ્યથા હરતો રહું, કરતો રહું દિન રાત બસ તારા ચરણ ની ચાકરી, પ્રભુ આંટલું તો આજ હવે દેજે મને કરુણાકરી (2)
ધર્મે દિધેલા ધન સ્વજન હું ધર્મ ને ચરણે ધરું, શ્રી ધર્મનો ઉપકાર હું ક્યારેય પણ ના વિસરું, હો ધર્મમય મુજ જિંદગી, હો ધર્મમય પણ આખરી, પ્રભુ આટલું તો આજ હવે દેજે મને કરુણાકરી (2)
મનમાં સ્મૃતિ મૂર્તિ નયનમાં વચનમાં સ્તવના રહે, મુજ રક્તના હર બુંદમાં જિનરાજ તુજ આજ્ઞા વહે, પહોંચાડસે મોક્ષે મને જિનધર્મ એવી ખાતરી, પ્રભુ આટલુ તો આજ હવે દેજે મને કરુણાકરી (2)
પ્રભુ આટલુ જન્મો જન્મ દેજે મને કરુણાકરી (2)
Name of Song : Prabhu Aatlu toh
Language of Song : Gujarati
Comments