પ્રભુ ! આમ છેટા છેટા
પ્રભુ આમ છેટા છેટા ના રહીએ
કોક દિ’તો (૨) ભક્તોના થોડા થઈએ…પ્રભુ આમ.
મનનું મંદિર મેં તો એવું રે સજાવ્યું
આંસુનાં ફૂલડાંનુ બિછાનું બિછાવ્યું
હવે સમજુને ઝાઝું શું કહીએ…? પ્રભુ આમ,
નયના દીધાં પણ દરિસણ ના દીધાં
ઊંચે રે ગગને ખોરડે બેસણા રે કીધા
હવે તમને શી રીતે થાઈ એ…? પ્રભુ આમ.
આધિ ને વ્યાધિ ઉપાધિ સતાવે
મનડાની વાતો થી મનડું મુંઝાયે
તું જો સૂણે તો કરગરીએ…પ્રભુ આમ.
Name of Song : Prabhu Ame Cheta Cheta
Language of Song : Gujarati
Comments