પ્રભુ ! મારા કંઠમાં
પ્રભુ મારા કંઠમાં તું દેજે એવો રાગ
જેથી ગાઈ શકું વીતરાગ
પ્રભુ મારા સૂરમાં તું પૂરજે એવો રાગ…જેથી હું ગાઈ શકું.
જગને રિઝાવી રિઝાવી હું થાકું ના સમજાયે સંગીત સાચું
ભરજે તું અંતરમાં એવી કંઈ આગ…જેથી હું ગાઈ શકું.
વેર ને ઝેરને વાંસળી વગાડી ગીતો ઘમંડના ગાયા
બેસૂરો બોલે આ તનનો તંબૂરો સૂરો બધા વિખરાયા
પ્રગટાવજે તું પ્રીતની પરાગ…જે થી હુ ગાઈ શકું.
દુનિયાની માયા છે દુઃખડાની છાયા તોયે કદી ના મુકાતી
જ્ઞાની ઘણાયે દેખાડી ગયા પણ દિશા હજી ના દેખાતી
ચમકાવજે તું એવો ચિરાગ …જે થી હું ગાઈ શકું.
Name of Song : Prabhu maara Kanth maa
Language of Song : Gujarati
Comments