પ્રભુજી રે ! ભવસાગરમાં
પ્રભુજી રે…ભવસાગરમાં ભમતાં ભમતાં આવ્યો તારે દ્વાર
નિયા પ્રભુ મારી પાર ઉતાર… (૨)
મધદરિયે મારી નાવ અટવાય… નૈયા પ્રભુ.
સ્વારથની આ… દુનિયામાં પ્રભુ મુખડું તારું જોયું… (૨)
દાવાનળ નીરખી નીરખીને હૈયું મારું રોયું… (૨)
પ્રભુજી રે…અંતર કેરી આગ બુઝાવો વિનવું છું જિનરાય…નૈયા.
કામક્રોધ માયાને ઝૂલે…જીવન મારું ઝૂલે (૨) .
રંગરાગમાં ભાનભૂલીને…ચડિયો હું ચગડોળે… (૨)
પ્રભુજી રે…કૃપા કરીને પાર ઉતારો…વીનવું છું જિનરાય…નૈયા.
ભાવભક્તિરસ પુષ્પો કેરા રસથાળ લઈ આવું
હૈયામાંહી હોંશે ધરીને ભક્તિ ગીતો ગાવું
પ્રભુજી રે…દર્શન દેજો દીનદયાળા,
વીનવું છું જિનરાય… નૈયા પ્રભુજી.
Name of Song : Prabhuji Re Bhavsagarmaa
Language of Song : Gujarati
Comentarios