Shankheswar Parshnath
- Raushan Kumar
- May 12, 2019
- 1 min read
શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિઓ
(૧) જેના પ્રભાવે વિશ્વમાં સહુ જીવ શાતા પામતાં
જેના પ્રભાવે વિશ્વમાં સુખચેનથી સૌ જીવતા
જેના પ્રભાવે જીવનમાં દોષો બધા ચાલ્યા જતા
હે નાથ શંખેશ્વર તમારા, ચરણમાં કરૂં વંદના.
(૨) તુજ મુખમુદ્રા ચન્દ્ર જેવી ફરી ફરી જોયા કરું
કરૂણા વહાવે નેત્રો તારા, પાપને ધોયા કરું
અદ્ભૂત તારી છે પ્રતિમા, ધ્યાન એનું હું ઘણું
હે નાથ શંખેશ્વર તમારા ચરણમાં કરૂં વંદના….
(૩) તારા ચરણમાં બેસવાનું ભાગ્ય જીવો માંગતા તારા ચરણમાં નૃત્ય કરવા દેવતાઓ આવતા તારા ચરણમાં ઘોરપાપી પરમપદને પામતાં હે નાથ શંખેશ્વર તમારા ચરણમાં કરૂં વંદના.
(૪) દેવેન્દ્ર નરનારી સહુ સેવા ચરણની ચાહતા
તુજ નામ મંત્રસ્તવન થકી વિનો બધા ચાલ્યા જતા ધરણેન્દ્ર પદ્માવતી સેવા તમારી પામતા
હે નાથ શંખેશ્વર તમારા ચરણમાં કરૂં વંદના….
Name Of Song : શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિઓ
Language Of Song : Gujarati
コメント