Yaad Aave Mori Maa
- Raushan Kumar
- May 18, 2019
- 1 min read
યાદ આવે મોરી મા
યાદ આવે મારી મા, યાદ આવે મોરી મા જનમ દાતા જનની મોરી, યાદ આવે મારી માં… બોલતાં શીખ્યો હું તો જ્યારથી, નવકારના પાઠ દેતી, જગડું, પેથડ, ભામાશાની વાતો કાનમાં કહેતી, કેવી સંસ્કારી મા, કેવી ઉપકારી મા…(૨) જનમ દાતા. ઘોર સંસારથી તારી મુજને, દીક્ષા જે ણે દીધી. ભવભયાનક જંગલની તો, વાટ છોડાવી દીધી વત્સલ મુરત મા, મારી નેહલ સુરત મા…(૨) જનમ દાતા. અભણ્ય, રાત્રિભોજનથી તો, અમને છેટા રાખ્યા. ધાવણ ધરમના પીવડાવીને, પાયા સંયમના નાંખ્યા કેવી હિતસ્વી મા, કેવી તપસ્વી મા…(૨) જનમ દાતા. કેવી દયાળુ મા, કેવી પ્રેમાળ માં… જનમ દાતા.
Name of Song : Yaad Aave Mori Maa
Language of Song : Gujarati
Comments