ઓ વીર તારા ચરણકમળમાં
ઓ વીર તારા ચરણકમળમાં આ જીવન કુરબાન છે, મારા જીવનની નૌકાનું તુ જ હાથે સુ કાન છે. સુખ આવે કે દુ:ખ આવે મને તેનું કંઈ નહીં ભાન રે, તારી ભકિતમાં મસ્ત બનીને આ કાયા કુરબાન છે… ઓ વીર
ભવસાગરમાં આવી છે આંધી એમાં થી મને તારજે, મને તો તારી એ ક જ આશા તું મારો આધાર છે… આે વીર
તારી સેવામાં મસ્ત બનું ને બીજું મારે નહીં કામ રે, તારી પૂજામાં મસ્ત બનીને તારા ગુણલા ગાવા છે… ઓ વીર
તારી ભક્તિમાં આંચ ન આવે એટલું મારું ધ્યાન છે, આ દુનિયાની મોહમાયામાં તું એક તારણહાર છે… ઓ વીર
Name Of Song : ઓ વીર તારા ચરણકમળમાં
Language Of Song : Gujarati
Comments