ઓઘો છે અણમૂલો
ઓઘો છે અણમૂલો… એનું ખૂબ જતન કરજો , મોંઘી છે મુહપત્તિ… એનું રોજ રટણ કરજો… આ વેશ આપ્યો તમને… અમે એવી શ્રદ્ધાથી , ઉપયોગ સદા કરજો…તમે પૂરી નિષ્ઠાથી આધાર લઈ એનો…ધર્મારાધના કરજો…ઓઘો…આ વેશ વિરાગીનો…એનું માન ઘણું જગમાં મા-બાપ નમે, તમને પડે રાજા પણ પગમાં, આ માન નથી મુજને…એવું અર્થઘટન કરજો…ઓધો … આ ટુકડા કાપડાના કદી ઢાલ બની રહેશે , દાવાનળ લાગે તો દીવાલ બની રહેશે એના તાણાવાણામાં…તપનું સિંચન કરજો…ઓઘો…આ પાવન વસ્ત્રો છે તારી કાયાનું ઢાંકણ બની જાયે ના જો જો એ માયાનું ઢાંકણ , ચોખું ને ઝગમગતું દિલનું દર્પણ કરજો…ઓઘો… મેલાં કે ધોયેલાં લીસાં કે ખરબચડાં , ફાટેલાં કે આખાં સૌ સરખાં છે કપડાં જ્યારે મોહદશા જાગે ત્યારે આ ચિંતન કરજો…ઓઘો… આ વેશ ઉગારે છે, અને જે અજવાળે છે ગાફેલ રહે એને આ વેશ ડુબાડે છે , ડૂબવું છે કે તરવું મનમાં મંથન કરજો… ઓઘો…
Name of Song : ઓઘો છે અણમૂલો
Language of Song : Gujarati
Comments