Aaj amara Antar maa thi
- Raushan Kumar
- May 12, 2019
- 1 min read
આજ અમારા અંતરમાંથી
બેના રે.. આજ અમારા અંતરમાંથી આવે છે ઉદ્ ગાર, સંયમની નાવમાં તેર જે સંસાર, બોલે છે આજ, સખીઓનો પ્યાર, સંયમની નાવમાં… આજીવનના દરિયે વહેતી, તૃષ્ણા કેરી ધારા, ઉપરાઉપરી મોજાં આવે, કેમ તરે તરનારા ? બેના રે… એની સામે એક જ સાચો સંયમનો આધાર, સંયમની નાવમાં… એક હસે છે આંખ અમારી, બીજી આંખ રડે છે, સન્માર્ગે તું જાય પરંતુ, અમને વિયોગ પડે છે, બેના રે… રડતા હૈયે હસતા મુખે, દઈએ છીએ વિદાય, સંયમની નાવમાં… આજ અમારા પુણ્ય અધૂરા, આવી શક્યા ના જોડે, બોધ હવે તું દેજે એવો જે બંધ અમારા તોડે, બેના રે… તારે પગલે પગલે ચાલી કરશું સાગર પાર, સંયમની નાવમાં…
Name of Song : Aaj amara Antar maa thi
Language of Song : Gujarati
Comentários