જીવન લડાઈ જીતી જનારા
જીવન લડાઈ જીતી જનારા, પ્રભુ તમોને નમન અમારા.
પરાક્રમોની તમે પ્રતિમા, ચઢાણ કીધા ચરમગતિમાં,
ગગનભૂમિનાં અમર મિનારા, પ્રભુ તમોને.
તમે દિવાકર તમે સુધાકર, તમે જ ધરતી તમે જ સાગર,
અણુ અણુમાં બિરાજનારા, પ્રભુ તમોને.
જીવો દુઃખી તો તમે દુ:ખી હો, તમે સુખી જો જીવો સુખી હો,
તમે સહુના ને સહુ તમારા, પ્રભુ તમોને.
અમે તમારા ગુણ ગ્રહીશું, તમે કહ્યો તે ધર્મ કરીશું,
ભવનાં મુસાફરના તારનારા, પ્રભુ તમોને.
Name of Song : Jeevan Ladai Jeeti Janara
Language of Song : Gujarati
Comments