ક્યારે બનીશ હું સાચો રે સંત
ક્યારે બનીશ હું સાચો રે સંત ,ક્યારે થશે મારા ભવનો રે અંત લાખ ચોરાશીના ચોરે ચૌટે, ભટકી રહ્યો છું મારગ ખોટે ક્યારે મળશે મુજને મુક્તિનો પંથ…ક્યારે થશે., કાળ અનાદિની ભૂલો ના ઘણું યે મથું તોયે પાપો ખૂટે ના, ક્યારે તોડીશ એ પાપોનો તંત…ક્યારે થશે. છકાય જીવની હું હિંસા રે કરતો, પાપો અઢારે જરી ના વિસરતો મોહ માયાનો હું રટતો રે મંત્ર…ક્યારે થશે. , પતિત પાવન ઓ પ્રભુજી ઉગારો રત્નત્રયીનો હું યાચક તારો, ભક્ત બની મારે થાવું મહંત…ક્યારે થશે. આજ અમારા અંતરમાંથી બેના રે… આજ અમારા અંતરમાંથી આવે છે ઉદ્ગાર,, સંયમની નાવમાં તરજે સંસાર, બોલે છે આજ, સખીઓનો પ્યાર, સંયમની નાવમાં…,આજીવનના દરિયે વહેતી, તૃષ્ણા કેરી ધારા, ઉપરાઉપરી મોજાં આવે, કેમ તરે તરનારા ? બેના રે…, એની સામે એક જ સાચો સંયમનો આધાર, સંયમની નાવમાં… એક હસે છે આંખ અમારી, બીજી આંખ રડે છે, સન્માર્ગે તું જાય પરંતુ, અમને વિયોગ પડે છે, બેના રે… રડતા હૈયે હસતા મુખે, દઈએ છીએ વિદાય, સંયમની નાવમાં.. આજ અમારા પુણ્ય અધૂરા, આવી શક્યા ના જોડે, બોધ હવે તું તું દેજે એવો, જે બંધ અમારા તોડે, બેના રે… તારે પગલે પગલે ચાલી કરશું સાગર પાર, સંયમની નાવમાં…
Name of Song : Kyare Banish hu saacho re sant
Comments