મારે સાધવી છે સંયમની સાધના
મારે સાધવી છે સંયમની સાધના (૨) મારે અંતરથી કરવી આરાધના… મારે વાણી વિચારે સંયમના રંગ હો, જીવન સાગરના સંયમી તરંગ હો, રે..નથી કરવી એ મારે વિરાધના… મારે સંયમી વર્તનના નર્તન જીવન હો, મત્યુ પામેલા પણ મારા સજીવન હો, રે… મારા શ્વાસે શ્વાસે એક ભાવના… મારે મોક્ષના પ્રદેશનો શોધક છે સંયમી, પાપ પુંજનો અવરોધક છે સંયમી, રે..એના પગલે પગલે ઉપશામના… મારે સંયમ ચરણે રમે લક્ષ્મી સંસારની, ભાવના જાગી રહે નિત્ય ભવ પારની, રે..મારા જીવનની એક જ એ કામના.મારે
Name of Song : Maare Sadhvi che Saiyam ni Sadhana
Language of Song : Gujarati
Comments