રત્નત્રયી વરદાન માંગુ
સિજ્યા પ્રભુ મુજ કાજ સઘળા આપ દર્શન યોગથી, મંગળ બન્યો દિન આજ મારો આપ પ્રેમ પ્રયોગથી, ધરતી હદયની નાથ મારી આ૫ શરણે ઉપશમી… રત્નત્રયી વરદાન માંગુ નાથ તુજ ચરણે નમી,.. (1)
ગિરુઆ ગુણો તારા કેટલા ગુણ સાગરો ઓછા પડે, રુપ લાવણ્ય તારું કેટલું રુપ સાગરો પાછા પડે, સામર્થ્ય એવું અજોડ છે સહુ શક્તિઓ ઝાંખી પર્ડ, તારા ગુણાનુવાદમા માં શારદા પાછી પડે… (2)
ઝીલમીલ થતા દિપક તણા અજવાસના પદડા પડે, હર પળ અને હર ક્ષણ પ્રભુ તુ નવનવા રૂપો ધરે, હે વિશ્વમોહન નિરખતા અનિમેષ નયને આપને, ત્રણ જગત ન્યોછાવર કરું તારી ઉપર થાતું મને… (3)
મુજ હૃદયના ધબકારમાં તારું રટન ચાલી રહો, મુજ શ્વાસને ઉચ્છવાસમાં તારું સ્મરણ ચાલી રહો, મુજ નેત્રની હર પલકમાં તારું શું તેજ રમી રહો, ને જીંદગીની હર પળોમાં પ્રાણ તુહી મુજ બની રહો… (4)
ના તેજ હો નયને પરંતુ નિર્વિકાર રહો સદા, હૈયે રહો ના હર્ષ કિંતુ સવિચાર રહો સદા, સૌંદર્ય દેહે ના રહો પણ શીલધાર રહો સદા, મુજ સ્મરણમાં હે નાથ તુજ પરમોપકોર રહો સદા… (5) સુખ-દુ:ખ સકળ વિસરું વિભુ તેવી મળો ભક્તિ મને, સહુને કરું શાસન રસિ એવી મળો શક્તિ મને, સંકલેષ અગન બુજાવતી મળજો અભિવ્યક્તિ મને, મનને પ્રસન્ન બનાવતી મળજો અનાસક્તિ મને… (6).
મળજો મને જન્મો જન્મ બસ આપની સંગત પ્રભુ, રેલાય મારા જીવનમાં તુજ ભક્તિની રંગત પ્રભુ, તુજ સ્મરણ ભિનો વોયરો મુજ આસ-પાસ વહો સદા, મુજ અંગે-અંગે નાથ તુજ ગુણમય સુવાસ વહો સદા… (7)
હું કદી ભુલી જાઉં તો પ્રભુ તુ મને સંભારજે, હું કદી ડુબી જાઉં તો પ્રભુ તો તુ મને ઉગારજે, હું વસ્યો છું રાગમાં ને તું વસે વૈરાગ્યમાં, આ રાગમાં ડુબેલને ભવપાર તુ ઉતારજે..(8)
આરાધનાની ગાંઠ સરકી જાય ના જોજે પ્રભુ, મુજ ભાવનોનો સ્ત્રોત ફસકી જાય ના જોજે પ્રભુ, મુજ શ્વાસ ના ક્યારા મહી રોક્યુ પ્રભુ તુજ નામને, એ મોક્ષગામી બીજ બગડી જાયના જોજે પ્રભુ… (9).
છે કાળ બહુ બિહામણો ને પાર નહીં કુનિમિત્તનો, છે સત્વ મારું પાંગડુ, આધાર એક જગમિત્તનો, સ્વીકાર છે તુજ પંથનો, બસ તાહરા વિશ્વાસથી, હે નાથ યોગક્ષેમ કરજે સર્વથા મોહપાષથી…(10)
Name of Song : Ratnatraee vardaan mangu
Language of Song : Gujarati
Comments