Sadhana na panthe aaje
- Raushan Kumar
- May 12, 2019
- 1 min read
સાધનાના પંથે આજે
સાધનાના પંથે આજે એક ઊંચો આત્મા જાય, આજ એને આપીએ અંતરના રૂડા આશીવાદો, વહેલી પહેલી મળજો અને મુક્તિ મંઝિલ (૨) સાધનાના પંથે… જ્યાં જુઓ ત્યાં લોકો આજે સુખના સાધન માગે છે, ને દુ:ખથી છેટા ભાગે છે. વિરલા કોઈ નીકળે છે જે સુખસામગ્રી ત્યાગે છે. ને કષ્ટ કસોટી માગે છે. વડલાનો છાંયો છોડીને (૨) રણના રસ્તે તપવા જાય, આજ એને આપીએ… ધર્મતણા મારગમાં જાતાં લોકો હાંફી જાય છે, ને વચમાં બેસી જાય છે. અભિનંદન એ આત્માને જે લાંબી સફરે જાય છે, ને હોશે હોશે જાય છે. નાનું એવું બાળક જાણે (૨) મોટો ડુંગર ચઢવા જાય, આજ એને આપીએ… રાગદ્વેષના આ દરિયામાં કૈક જીવો ખેંચાય છે, ને અધવચ ડૂબકાં ખાય છે, એ આત્માને વંદને હો જે સમયે જાગી જાય છે, ને ડૂબતાં ઉગરી જાય છે. સંયમનો સથવારો લઈને (૨) ભવનો સાગર તરવા જાય, આજ એને આપીએ…
Name of song : Sadhana na panthe aaje
Language of Song : Gujarati
Comments