સાધુ બને કોઈ
સાધુ બને કોઈ, સંસારને છોડી,
એવા વિરાગીનું બધા બહુમાન કરે છે, સન્માન કરે છે..સાધુ…
જેને સાચું જ્ઞાન મળ્યું છે જીવનનું,
વળગેલું અજ્ઞાન ગયુ છે ભવભવનું,
એ ભાગ્યશાળીનો સહુ સત્કાર કરે છે, સન્માન કરે છે…સાધુ…
ઉજ્જવળ જેણે કુળ બનાવ્યું પોતાનું,
જન્મભૂમિને સ્થાન બનાવ્યું શોભાનું.
એ ધન્ય આત્માના બધા ગુણગાન કરે છે સન્માન કરે છે..સાધુ…
જેના તેજ દીપ ધરમનો ઝળકે છે,
કિરણો જેના કુંદન જેવા ચમકે છે,
એ જયોતનો જગમાં સહું જયકાર કરે છે, સન્માન કરે છે…સાધુ…
આશા એના અંતરની ફળવાની છે,
માળા એને મુક્તિની મળવાની છે,
એ મુક્તિગામીને સહુ ફૂલહાર કરે છે, સન્માન કરે છે…સાધુ…
Name of Song : Sadhu bane koi
Language of Song : Gujarati
Comentarios