સંયમ જીવનનો મારગ
સંયમ જીવનનો લીધો મારગીયો, પ્રભુના જેવા થાવાને, (૨) કોઈ કહે ગાંડો, કોઈ કહે ડાહ્યો, પ્રભુ તારા ચરણોમાં રહેવાને, સંયમ. દુઃખના ડુંગર તૂટી પડે પણ, કર્મોનાં બંધન તૂટે છે જ્યારે (૨). લીલા લહેર છે પ્રભુના પંથે, મોક્ષના માર્ગે જાવાને (૨) કોઈ કહે. પૂર્વ જનમના આવ્યા ઉદયમાં, વીરનું શાસન પામ્યા રે ત્યારે (૨) જિનશાસનની છે બલિહારી, મુક્તિના પંથે જાવાને (૨) કોઈ કહે.. દુઃખિયા ન છે દુ:ખ હરનારા, સુખિયા ને તો સુખી કરનારા ગીતો રે ગાય છે, ભક્તો તમારા, પ્રભુજી તમને પામવાને…કોઈ કહે…
Name of Song : Saiyam Jeevan no Marg
Language of Song : Gujarati
Comments