તારા વિના સંસાર
તારા વિના સંસાર સૂનો છે, સૂના અંતરધામ
એક વાર મનમંદિર આવો…અંતરમાં આરામ….તારાવિના.
ભવ-ભવ ફેર ફરતાં ફરતાં તારી પ્રીત મેં જાણી
તુજ વિરહની વેદના હૈયે એકલ રહ્યા રે માણી .
ભવસાગર તરવાને માટે એક જ તારું નામ…એકવાર
જાણું છું હું વિષય કષાયે અંગ મારું રંગાયું
પાપ જીવનમાં ધોવા કાજે, ગીત તમારું ગાયું
મોહ માયાના બંધન ખોલીને આવશું તારે ધામ…એક વાર.
ક્રોડ ભલે હો દેવ જગતમાં મારે મન તું એક
તારા નામે ભવજલ તરણું સેવક મનની ટેક
વિષકટોરા દૂર કરીને પીશું અમૃત જામ એક વાર…એક વાર.
Name of Song : Taara Bina Sansaar
Language of Song : Gujarati
Comentários