તમે ઓઘો લઈને તરીયા
(રાગ : તમે મન મૂકીને વરસ્યા..)
તમે ઓછો લઈને તરીયા, અમે સંસારે ૨ળવળીયા,
તમે મહાવ્રતધારી બનીયા, અમે રાગ-દ્વેષમાં બળીયા…તમે…
અનંત તીર્થકર ભગવંતે, જે સંયમને આદરીયું,
મહામૂલ તે સંયમ પામી, જીવન સાર્થક કરીયું,
તમે દેવ-ગુરુને વરીયા, અમે પાપ પનારે પડીયા…તમે…
પગલે પગલે છ કાય જીવની રક્ષાના પરિણામ,
અષ્ટ પ્રવચનમાતાનું પાલન, નિત ચઢતે પરિણામ,
તમે નિર્મળ બ્રધે રસીયા, અમે મોહપાશના ફસીયા…તમે…
વ્રત લીધા ગુરુ સાખે તેને, જીવનભર જાળવજો,
પ્રાણ જાય પણ વ્રત નવી જાએ, એ શ્રદ્ધા કેળવજો,
તમે મુક્તિપુરી સંચરીયા, અમેચઉગતિમાં બહુ ભમીયા..તમે…
Name of Song : તમે ઓઘો લઈને તરીયા
Language of Song : Gujarati
Σχόλια