સંતપ્ત આ સંસારમાં
સંતપ્ત આ સંસારમાં, કરૂણાની જલધારા તમે, ચંદા તમે સુરજ તમે, તપ તેજધર તારા તમે, સહુ જીવથી ન્યારા તમે, સહુ જીવના પ્યારા તમે, (2). હે નાથ ! હૈયું દઈ દીધું, હવે આજથી મારા તમે… (2)
મુજ પુણ્યની પુષ્ટિ તમે, સંકલ્પની પુષ્ટિ તમે, ભવ ગ્રીખ તાપે તપ્ત જીવો પર અમીવૃષ્ટી તમે, આ વિશ્વની હસ્તી તમે, મુજ મન તણી મસ્તી તમે, મુજ નેત્રની દ્રષ્ટિ તમે, મુજ સ્વપ્નની સૃષ્ટિ તમે… (2)
હર્ષ ભર્યા હૈયા તમે, ગુણપ્રીતના સૈયા તમે, શુભજીવન કેરી સાધના ના રથતણા પૈયા તમે, દોષતણા વનમાં ભમતાના છો રખવૈયા તમે, ભવસાગરે નૈયા તમે, અમ બાળની મૈયા તમે… (2)
નિષ્કારણે ભ્રાતા તમે, સંકટ થકી માતા તમે, મહાપંથના દાતા તમે, મહારોગમાં શાતા તમે. જેનું ન થાતું કોઈ જગમાં તેહના થાતા તમે, શું કહું સંપૂર્ણ પટકાયો તણી માતા તમે… (2)
ઔચિત્ય કેરૂં કદ તમે, જીવો પ્રતિ ગદગદ તમે, સર્વોચ્ચ પદ તમે, વળી તેહમાં નિર્મદ તમે, કરૂણામહીં બેહદ તમે, શુભતા તણી સરહદ તમે, આતમતણા દુસાધ્ય આ, ભવરોગનું ઔષધ તમે… (2) જ્યાં કાર્ય કોઈ અટકી પડે, ત્યાં કાર્ય સાધક કળ તમે, છો નિર્બળોનું બળ તમે, સંકટ સમયે સાંકળ તમે, બની વૃક્ષ લીલાછમ તમારા, આંગણે ઉભા અમે, બસ દર્શને ભીનું બને મન, એહવું ઝાંકળ તમે… (2)
કરૂણા મહાદેવી તણા, સોહમણા નંદન તમે, સંસાર કેરા રણ મહી આનંદની છો ક્ષણ તમે, કષાય કેરી ઉગ્રતાએ પ્રજ્જવળતા ચૈતન્યને તમે, બસ નામ લેતા ઠારતુ પ્રભુ એહવું ચંદન તમે… (2)
માર્ગસ્થ જીવો કાજ ભવનિસ્તારનું તરણું તમે, અધ્યાત્મના ગુણ બાગમાં મન મોહતુ હરણ તમે, મુજ પુણ્યનું ભરણું તમે, મુજ પ્રેમનું ઝરણું તમે, આ વિશ્વના ચોગાનમાં છો શાશ્વતું શરણું તમે.. (2)
Name of song : સંતપ્ત આ સંસારમાં
Language of Song : Gujarati
Comments